પોલીસ કર્મીઓનું ઘર પણ સુરક્ષિત નથી ? અઠવાલાઇન્સમાં આવેલ પોલીસ ક્વાટર્સ ખાલી કરવા અપાયા આદેશ

Subham Bhatt
1 Min Read

સુરતના અઠવાલાઇન્સ સ્થિત 252 પોલીસ ક્વાટર્સ જર્જરિત થયા હોવાનું જણાવી 7 દિવસમાં જ મકાન ખાલી કરી નાખવા માટે પોલીસના હાઉસિંગ વિભાગ દ્વારા નોટીસ આપી દેવામાં આવતા હાલ ત્યાં રહેતા 126 પરિવારો ચિંતામાં મૂકાઇ ગયા છે. જ્યાં વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર નોટીસ આપી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. સાથે અઠવાલાઇન્સ ખાતે વર્ષોથી પોલીસ વસાહતો આવેલી છે. જે 252 પોલીસ ક્વાટર્સ તરીકે ઓળખાય છે. જ્યાં વર્ષો જૂની આ પોલીસ લાઇનના મકાનો પણ હવે જર્જરિત થઇ ગયા છે. જોકે ઘણા પરિવારો હજુ આ ક્વાટર્સમાં રહે છે. ત્યારે પોલીસના હાઉસિંગ વિભાગ દ્વારા સર્વે કર્યા બાદ વર્ષ 2018માં આ ક્વાટર્સને જર્જરીત જાહેર કરી દેવામાં આવ્યા હતા.

Even the home of the police personnel is not safe? Orders issued to vacate police quarters in Athwalines

ત્યારે ઘણા પોલીસ પરિવારો આ ક્વાટર્સ ખાલી કરીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા હતા.પરંતુ હજુ 126 જેટલા પરિવારો અહીં જ રહે છે. ત્યારે આવનાર ચોમાસાના આગમનને ગણતરીના દીવસો બાકી છે ત્યારે આ ક્વાટર્સમાં રહેતા પોલીસ પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરી નાખવા માટે પોલીસ હેડક્વાટરના તરફથી નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં પાણી અને વેરાબીલ જમા કરાવવીને મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે મહત્વનું છે કે ટૂકા સમયની નોટીસ અને ઉપરથી ચોમાસુ પણ આવી રહ્યું હોવાથી આ પરિવારે ક્યાં જવુ એવા અનેક સવાલ અહી ઉભો થયા છે.

Share This Article