ખુલ્લા આકાશમાં ઉડતી ગાયને જોઈ સૌ કોઈ થયા ચકિત, જુઓ વિડિયો

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છ જેમાં એક ગાયનું હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યુ છે. આ ઘટના સ્વિટ્ઝરલેન્ડના એલ્પ્સ પર્વતીય વિસ્તારની છે જ્યાં એક ખેડૂતની ગાય ફસાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, ખેડૂતની ગાય ઈજાગ્રસ્ત અવસ્થામાં હતી અને તે ચાલી શક્તી નહતી. એવામાં ખેડૂતે તેને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ લીધી.

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને જોત જોતામાં આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. વિડિયોમાં એક ગાય હવામાં ઉડતી જોવા મળી રહી છે. જોકે આશ્ચર્યની વાત એ પણ હતી કે આ દરમિયાન ગાય પણ જાણે એરલિફ્ટની મજા લેતી હોય તેમ લાગી રહ્યુ હતું. તે જરા પણ ગભરાયેલી નહતી અને હેરાન પણ નહતી, જેથી તેને એરલિફ્ટ કરવામાં પણ બચાવ કર્મચારીઓને સરળતા રહી.

આ વિડિયોને ટ્વિટર યુજર્સ ખૂબજ પસંદ કરી રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે. અત્યાર સુધી 6 લાખથી પણ વધુ લોકો આ વિડિયો નિહાળી ચુક્યા છે.

Share This Article