લંડનના BAPS મંદિરના ૨૫ વર્ષની ઉજવણી પ્રસંગે પીએમ મોદીએ કર્યુ ટ્વિટ

admin
1 Min Read

લંડનના નીસડન સ્થિત બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) મંદિરના રજત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યુ હતું. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, નીસડન મંદિર સેવાકીય પ્રવૃત્તિઓમાં સૌથી આગળ રહ્યુ છે. આ મંદિરે લોકોને માનવતા માટે કામ કરવા માટે પ્રેરીત કર્યા છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરવાની સાથે સાથે લંડન સ્થિત બીએપીએસ નીસડન મંદિરની પોતે લીધેલી મુલાકાત સમયની તસવીર પણ શેર કરી હતી.

વડાપ્રધાન મોદી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ પણ મંદિરના રજત જયંતિ પ્રસંગે ટ્વિટ કરીને મંદિરની તસવીર શરે કરતા કહ્યુ હતું કે, દુનિયાભરમાં આ મંદિરે ભારતીય પરંપરા-સંસ્કૃતિની પ્રણાલીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મહત્વનું છે કે, ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના દિવસે હિંદુ ધર્મ અને સંસ્કૃતિના પ્રતીક અને સ્રોત સમાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનના નિસડેન ખાતે નિર્માણ પામ્યુ હતું. લંડન મંદિર અને નીસડન ટેમ્પલ તરીકે જાણીતું આ મંદિર છેલ્લાં ૨૫ વર્ષથી શાંતિ, સંવાદિતા અને કોમ્યુનિટી સર્વિસના સુભગ સમન્વયનું કેન્દ્ર બન્યું છે. તેની સ્થાપત્ય કળા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સમાજના તમામ વર્ગના અને દુનિયાના જુદાજુદા દેશોના અસંખ્ય ભક્તો અને મુલાકાતીઓએ વીતેલા વર્ષોમાં મંદિરની મુલાકાત લઈને મંદિરના આધ્યાત્મિક સૌંદર્યથી પ્રેરણા મેળવી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ મંદિરના પ્રેરણાસ્રોત અને સર્જક હતા.

Share This Article