સુરતમાં બગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 5 વર્ષમાં વધ્યું! શહેરની મોટી કંપનીઓએ પણ કટ & પોલિશ્ડનું કામ શરૂ કર્યું

Subham Bhatt
2 Min Read

વિશ્વના દેશોમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની માંગ વધી રહી છે. જેનો સીધો ફાયદો સુરતના હીરા ઉદ્યોગને થઈ રહ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 6 ગણો વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું છે. રફની શોર્ટ સપ્લાયને કારણે સુરતના હીરા કંપનીઓમાં કામ ઓછું થયું હતું, જેને લઈને અનેક કંપનીઓ દ્વારા નેચરલ હીરાની સાથે સાથે લેબગ્રોન હીરાનું કટ એન્ડ પોલિશ્ડ કરવાનું શરૂ કરાયું હતું. આવનારા 10 વર્ષમાં લેબગ્રોન હીરાનો ગ્રોથ નેચરલ હીરાની સમકક્ષ પહોંચી જશે તેવો મત હીરા ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે.

Export of Bagron Diamond to Surat increased in 5 years! The big companies of the city also started the work of cut & polished

અત્યાર સુધી નાના યુનિટો જ લેબગ્રોન હીરા કટ એન્ડ પોલિશ્ડ કરવાનું કામ કરતા હતા.કોરોના બાદ શહેરના મોટા યુનિટો દ્વારા પણ લેબગ્રોન હીરાનું કટ એન્ડ પોલિશ્ડ કરાઈ રહ્યું છે. રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે અમેરિકાએ રશિયાની રફમાંથી બનેલા નેચરલ હીરા પર બેન મુક્યો છે. જેને લઈને શહેરની મોટી હીરા કંપનીઓ દ્વારા લેબગ્રોન હીરા કટ એન્ડ પોલિશ કરવાની શરૂઆત કરી છે. હાલ શહેરના 10થી વધારે મોટી હીરા કંપનીઓ અને 350 નાના યુનિટો લેબગ્રોન ડાયમંડને કટ એન્ડ પોલિશ કરવાનું કામ કરે છે.

Export of Bagron Diamond to Surat increased in 5 years! The big companies of the city also started the work of cut & polished

સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન તેમજ કટ એન્ડ પોલિશ્ડ કરવાનું કામ થઈ રહ્યું છે. એ સાથે જ જ્વેલર્સો જ્વેલરી પણ બનાવી રહ્યા છે. સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો કાર્યરત છે. જેમાંથી 50 જેટલા યુનિટો દ્વારા લેબગ્રોન ડાયમંડની જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. બીજી તરફ શહેરમાં માત્ર લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું રિટેઈલમાં વેચાણ કરતાં 2થી વધારે સ્ટોર છે.

Export of Bagron Diamond to Surat increased in 5 years! The big companies of the city also started the work of cut & polished

10 જ વર્ષમાં લેબગ્રોન ડાયમંડ નેચરલ જેટલો જ ગ્રોથ કરશે. નેચરલ હીરાનું રો-મટીરીયલ્સ આયાત કરવું પડે છે જ્યારે લેબગ્રોનનું સુરતમાં જ બને છે.’ ​​​​​​​સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થવાથી શહેરના હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં ચાર ચાંદ લાગી જશે.આ હીરા નેચરલ હીરાન સરખામણીમાં 65થી 70 ટકા સસ્તા હોય છે.

 

Share This Article