જાણીતા જ્યોતિષવિદ બેજાન દારુવાલાનું નિધન

admin
1 Min Read

વિશ્વભરમાં પોતાની ખ્યાતિ ફેલાવનારા જાણીતા જ્યોતિષવિદ બેજાન દારુવાલાનું કોરોનાના કારણે અવસાન થયું છે. થોડા સમય પહેલા જ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારબાદ તેમને સારવાર અર્થે ગાંધીનગર સ્થિત એપોલો હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં શુક્રવારના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મહત્વનું છે કે બેજાન દારૂવાલાના પુત્રએ પોતાના પિતાને કોરોનાના લક્ષણોનો પણ ઇનકાર કરતા કહ્યું હતુ કે તેમને ફેફસામાં ઇન્ફેક્શન છે. જ્યોતિષ બેજાન દારૂવાલાની તબિયત લથડતા તેઓને 23મેના રોજ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

મહત્વનું છે કે તેમનામાં કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જોવા મળ્યા હતાં અને રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.  આપને જણાવી દઈએ કે, વિશ્વ વિખ્યાત જ્યોતિષ બેજાન દારુવાલા જ્યોતિષિ અને ટેરો રેડિંગ ,વાસ્તુ, હવામાન વિજ્ઞાનને લગતી બાબતોના નિષ્ણાંત હતા.

બેજાન દારૂવાલાનો જન્મ 11 જૂલાઈ 1931ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ અંગ્રેજીના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. બેજાન દારૂવાલાએ પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી હતી. સંજય ગાંધીની મોતની ભવિષ્યવાણીને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા.

Share This Article