KBCમાં 1 કરોડ જીતનાર કિશોર હવે પોરબંદરના SP તરીકે બજાવે છે ફરજ

admin
1 Min Read

પોરબંદરના એસપી તરીકે આઈપીએસ અધિકારી રવિમોહન સૈનીની નિમણૂંક કરવામાં આવી છે. આ યુવા આઈપીએસ અધિકારીએ વર્ષ 2001માં જ્યારે તે ધોરણ-10માં અભ્યાસ કરતા હતા ત્યારે કૌન બનેગા કરોડપતિ શોમાં ભાગ લઈને એક કરોડ રુપિયાનું ઈનામ જીત્યુ હતું.

2001 માં 14 વર્ષીય રવિ મોહન સૈનીએ કૌન બનેગા કરોડપતિ (KBC) જુનિયર દરમિયાન તમામ 15 પ્રશ્નોના સાચા જવાબ આપીને 1 કરોડ રૂપિયા મેળવ્યા હતા.. બે દાયકા બાદ હવે, તેઓ આઈપીએસ બની ગયા છે.

33 વર્ષીય રવિએ 27 મેના રોજ પોરબંદરના સુપ્રીટેન્ડેટ ઓફ પોલીસનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્કૂલ બાદ તેમણે જયપુરમાં આવેલી મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કરતા હતા.

તેમની ઈન્ટનશીપ ચાલી રહી હતી તે દરમિયાન વર્ષ 2014માં તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. તેઓ મૂળ રાજસ્થાનના અલવરના વતની છે, તેમના પિતા પણ નેવીમાં હતા જેઓ હાલ નિવૃત્ત છે.

Share This Article