બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર હાલમાં ફિલ્મ તૂફાનનું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગ દરમિયાન ફરહાનના હાથમાં હેર-લાઈન ફ્રેક્ચર થયું છે. ફરહાને પોતાના હાથનો એક્સરે રિપોર્ટ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે…….ફરહાને પોસ્ટમાં લખ્યું છે કે જ્યારે નેચર ટેટ્રિસ રમે છે, ત્યારે આમ થાય છે. બોક્સિંગ દરમિયાન તેને પહેલી વાર આ રીતે વાગ્યું હતું. હાથના પંજામાં હેર-લાઈન ફ્રેક્ચર થયું…….ફરહાન અખ્તરની ‘તૂફાન’ આવતા વર્ષે બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ દિવસે જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ તથા વિકી કૌશલની ‘ઉધમ સિંહ’ તથા ટાઈગર શ્રોફની ‘રેમ્બો’ રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે ‘તૂફાન’ને રાકેશ ઓમપ્રકાશ મેહરાએ ડિરેક્ટ કરી છે. રાકેશે આ પહેલાં ફરહાન સાથે ‘ભાગ મિલ્ખા ભાગ’ બનાવી હતી……ફરહાનને ‘તૂફાન’ માટે કિક બોક્સિંગની ટ્રેનિંગ પૂર્વ વિશ્વ ચેમ્પિયન ડ્ર્યૂ નીલે આપી છે. નીલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફરહાનના ટ્રેનિંગ સેશનના અનેક વીડિયો તથા ફોટો શૅર કર્યાં છે.

