દુનિયાના તમામ ધર્મમાં ઉપવાસનું ખાસ મહત્વ ગણવામાં આવ્યું છે. આયુર્વેદમાં પણ ઉપવાસની આરોગ્ય પર અસર અંગે ઘણું લખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉપવાસ પર દુનિયાભરમાં અનેક સંશોધનો થયા છે. જેમાં એવું તારણ કાઢવામાં આવ્યું કે એકાંતરે કરાતા ઉપવાસ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ઉપવાસનો અર્થ માત્ર એક જમવું તેમ છે. અહી ઢગલો ફરાળ કરીને કરાતા ઉપવાસની વાત કરવામાં આવતી નથી. એકાંતરા ઉપવાસ ખાસ કરીને હાર્ટના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. આ સિવાય જે લોકો નિયમિત રીતે ઉપવાસ કરતાં હોય છે તેમનું હાર્ટ ફેઇલ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. મળતી માહિતી અનુસાર, એકાંતરા ઉપવાસનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ઉપવાસનો અર્થ છે કે શરીરમાં ઓછી કેલેરી જાય છે. તેનાથી શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયામાં 4થી 14 ટકા સુધીનો વધારો થાય. ઉપવાસથી શરીરની એજિંગ પ્રોસેસ પણ ધીમી પડે છે. તેથી વૃધ્ધાવસ્થા પણ પાછી ઠેલાય છે. નિયમિત રીતે કરાતા ઉપવાસથી કેન્સર થવાનું જોખમ પણ ઘટે છે. મગજની કાર્યક્ષમતા વધવા ઉપરાંત બ્રેઇન સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થાય છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
