રાજકોટ-ત્રિકોણબાગ ખાતે બે પરપ્રાંતીય જૂથ વચ્ચે મારામારી

Subham Bhatt
1 Min Read

રાજકોટ શહેરમાં ફરી એક વખત ખુલ્લેઆમ છરી વડે ધીંગાણાંની ઘટના સામે આવી છે. જેમાં શહેરનાત્રિકોણબાગ ચોક ખાતે ગઇકાલે રાત્રીના 11:45 વાગ્યા આસપાસ બે પરપ્રાંતીય જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા બે યુવકને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યુંછે. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ મામલે એ ડિવિઝન પોલીસે 6 શખ્સો સામેફરિયાદ દાખલ કરી છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્તવિગત મુજબ ગઇકાલે રાત્રીના 11:45 વાગ્યે ત્રિકોણ બાગ ચોક ખાતે બે પરપ્રાંતીય જૂથ સામ સામે આવી ગયા હતા અને છરી વડે હુમલો કરવામાં આવતા બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

Fighting between two extraterrestrial groups at Rajkot-Trikonbagh

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સ્પષ્ટ જોઇ શકાય છે કે બે જૂથ ઉભા હોય અને અચાનકથી ઝપાઝપી અને મારામારીશરૂ થઇ જાય છે જેમાં બે યુવાનને છરી લાગી જતા ઇજા પહોંચી હતી. પ્રાથિમક તપાસમાં પરપ્રાંતીયયુવાન અને યુવતીના પ્રેમસબંધ મામલે ઝગડો થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ મારામારીની સમગ્રઘટના CCTVમાં થઈ કેદ થઈ ગઈ હતી.તેના આધારે પોલીસે રોહિત મોતી સિંગ વિશ્વકર્મા, દિનેશ સંજયટમટા,જય ગિરીશ વિશ્વકર્મા અને યોગેશ વિનું ચોહાણ,અનિલ પુરણભાઈ સોની,અરુણ પુરણભાઈ સોનીની ધરપકડ કરી છે.

Share This Article