ફિલ્મ મિશનમંગલ 100 કરોડ ક્લબમાં સામેલ

admin
1 Min Read

15 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલ ‘મિશન મંગલ’ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કૃતિ કુલ્હારી સ્ટારર ફિલ્મે પાંચ દિવસને અંતે અંદાજે 107 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ આ ફિલ્મ અક્ષય કુમારનાં કરિયરની સૌથી ઝડપથી 100 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મના સોમવારના 8.50 કરોડ રૂપિયાના બોક્સઓફિસ કલેક્શન સાથે ફિલ્મની કુલ કમાણી 107 કરોડ રૂપિયાના આંકડાં પર પહોંચી ગઈ છે….અક્ષય કુમારે ‘મિશન મંગલ’ ફિલ્મથી પોતાની જ આગળની ફિલ્મ ‘કેસરી’નો રેકોર્ડ તોડ્યો છે. ‘કેસરી’ ફિલ્મ સાત દિવસને અંતે 100 કરોડ ક્લબમાં સામેલ થઇ હતી. ઉપરાંત અક્ષયની આ ફિલ્મ 15 ઓગસ્ટના રિલીઝ થયેલી તેની તમામ ફિલ્મોમાં પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

Share This Article