ગુજરાત દિવસે જાણો ગુજરાતની અસ્મિતા

admin
4 Min Read

ભારતના ઈતિહાસમાં 1 મે 1960નો દિવસ ખાસ રહ્યો છે. આ દિવસે આંતરરાષ્ટ્રિય મજૂર દિવસની સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. 1 મે 1960ના રોજ બોમ્બેના ભાગલા પડ્યા અને 2 અલગ રાજ્યો થયા ગુજરાત અને મહારાષ્ટ્ર. ત્યારથી આ ખાસ દિવસની ઉજવણી કરવામાં  આવે છે. આ દિવસ ભારતભરના શ્રમિકોને સમર્પિત કરાયો હોવાથી આજે મજૂર દિવસ અથવા શ્રમિક દિવસની ઉજવણી કરાય છે.  ત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો…

ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ ( પાકિસ્તાન ), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાસ્ટ્ર રાજ્ય તથા દમણ દીવ અને દાદર નગર હવેલીના કેન્દ્રશાષિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.  ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર  પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

 

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે –મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે – ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઇ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.

ગુજરાતની સંસ્કૃતિ

ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી  હિન્દુ ધર્મ  પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉતાર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

ગુજરાતી ભોજન

ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત – આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.

ગુજરાતી ભાષા

ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે.

આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.

કળા

ગુજરાતે શિલ્પકળા,  ચિત્રકળા,  વણાટ,  છાપકામ,  કોતરણી,  કાચકામ,  ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ – લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.

 

 

 

Share This Article