ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં લાગી આગ..

admin
1 Min Read

કચ્છના નખત્રાણામાં એક મોબાઈલ ટાવરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. નખત્રાણામાં મોટી વિરાણી ગામમાં આવેલા મોબાઈ ટાવરમાં એકાએક આગ લગતા દોડધામ મચવા પામી હતી. ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં આગ લાગવાથી ચકચાર મચી ગયો હતો. આગ લાગવાથી ગ્રામજનોએ આગને કાબુ મેળળવા પ્રયાસ હાથ ધર્યો હતો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો જે બાદ તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ પહેલા પણ અનેક આગના અનેક બનાવો બની ચૂક્યા છે. હાલમાં જ બનાસકાંઠાના ડીસામાં યોગેશ્વર પાર્કમાં આવેલા મોબાઈલ ટાવરના જનરેટરમાં અચાનક આગ લાગી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં જ જનરેટર ભડભડ સળગી ઉઠ્યુ હતું. જ્યારે સ્થાનિકોએ આગની ઘટના અંગે જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Share This Article