દોઢસો ફૂટ રીંગ રોડ પર ગેરેજમાં આગ

admin
1 Min Read

શહેરના માધાપર ચોકડી પહેલા દ્વારકેશ હાઈટસ સામે આવેલ પીઠળ આઈ ગેરેજમાં રાત્રે આગ ભભુકતા રામાપીર ફાયર સ્ટેશનથી એક ફાયર ફાયટર્સ દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. મોટર ગેરેજમાં ઓઈલના બેરલ, ડીઝલના ડબ્બા, પાના પકડ અને હોમ થીયેટર તેમજ તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.ગેરેજ ખુલ્લા પ્લોટમાં હોય પવનના વેગથી આગ પ્રસરી હતી. આગના બનાવમાં નુકશાન જાણવા મળ્યુ નહોતું. તમને જણાવી દઈએ કે આ પહેલા રાજકોટ ભાવનગર રોડ પર થોરાળા પોલીસ મથકની બાજુમાં આવેલા ભંગારના ડેલામાં ગત મોડી રાત્રે આગ લાગવાની જાણ ફાયર મથકમાં થતાં ફાયર બ્રીગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગનાં પગલે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ ડેલામાં રહેલો અંદાજીત રૂ ૩ લાખનો ભંગાર બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

 

Share This Article