કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

admin
1 Min Read

 

કમોસમી વરસાદને લીધે ઉત્પાદનના રૂપમાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે. જામનગરના આમરા ગામમા અતિવૃષ્ટિ અને માવઠાના મારના કારણે ખેડુતોને પાયમાલ થવાનો વારો આવ્યો. કમોસમી વરસાદના પગલે આમરા ગામ સહિત આસપાસના સાત ગામના ખેડુતોનો મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે. આથી રોષે ભરાયેલા ખેડુતોએ ખેતરમાં જ મગફળી અને કપાસના પાકની હોળી સળગાવી સરકાર સમક્ષ વિરોધ નોધાવ્યો. તો ઉભા પાક નુકસાન થતાં રાજ્યનો ખેડુત નિરાશ થયો. કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરમાં રહેલો મગફળી અને કપાસનો મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે. જામનગરમાં ખેડૂતોમાં રોષ સાથે રીસર્વેની માંગ સાથે ભારે હૈયે મગફળીનો પકવેલા પાકની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકારે મહા વાવાઝોડાની ઇફેક્ટના કારણે ખેડૂતો પાયમાલ થઇ જતા રૂ.700 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે.

Share This Article