બાળકો ઉપાડી જતી ગેંગને લઈને ફફડાટ

admin
1 Min Read

પાલનપુર તાલુકાના ગોળા ગામમાં સોમવારે બાળકોને ઉપાડી જતી ગેંગ આવી હોવાની આશંકાને પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા. જેઓએ 2 મહિલાઓને ઝડપી મેથીપાક આપી પોલીસને હવાલે કરી હતી. પાલનપુર તાલુકાના ગોળા ગામમાં સોમવારેબાળકો ઉપાડતી ગેંગ આવી હોવાની આશંકા તળે ગ્રામજનો એકત્ર થયા હતા.જેઓએ 2 મહિલાઓને ઝડપી મેથીપાક આપ્યો હતો. 4 લોકો સ્વીફ્ટ ગાડી લઈ ગોળા ગામે આવ્યા હતા. જેમાં 2 મહિલા ઝડપાઇ હતી. જયારે 2 ઈસમો ભાગી ગયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.બાળકો ઉપાડવાની ગેંગ આવી હોવાની વાતને લઈ સમગ્ર ગામ એકઠું થયું હતું. જેમાં 2 મહિલાઓ ઝડપાઇ હતી. જે બાળકો ઉપાડનારી ગેંગની હોવાની ગ્રામજનોએ વ્યક્ત કરેલી આશંકાને પગલે પાલનપુર તાલુકા પોલીસે 2 મહિલાઓનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article