ગુજરાતમાં પ્રથમવાર 24 કલાકમાં 1 હજારથી વધુ દર્દી સાજા થયા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 960 પોઝિટિવ કેસ નોંધાયા છે. 17 જુલાઈ સાંજથી 18 જુલાઈ સાંજ સુધીમાં વધુ 960 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 47516 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 19 દર્દીના કોરોનાથી મોત થયા છે.

(File Pic)

આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2127 થયો છે. જ્યારે 24 કલાકમાં 1061 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 34005 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 268 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 199, વડોદરામાં 78 કેસ નોંધાયા છે. જ્યારે જુનાગઢમાં 40, રાજકોટમાં 57, ભાવનગરમાં 36 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠામાં 21, મહેસાણામાં 24 અને ગાંધીનગરમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 11344 એક્ટિવ કેસ છે. જેમાં 75 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 11269 સ્ટેબલ છે.

Share This Article