ચીનની વધુ એક અવળચંડાઈ, ડેપસાગના મેદાનોમાં બાંધકામ શરુ કર્યું

admin
1 Min Read

વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીનની વચ્ચે અનેકવાર કમાન્ડર સ્તરની વાતચીત થઈ ચુકી છે. ત્યારે આ તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે હવે ભારતના ડેપસાંગ મેદાનો અને દૌલત બેગ ઓલ્ડી ક્ષેત્રમાં ચીની સેનાએ બાંધકામ શરૂ કર્યું હોવાની માહિતી સામે આવી છે.

(File Pic)

ભારતે ડેપસાંગ સમતલ ક્ષેત્ર અને દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ચીની સેના દ્વારા નિર્માણ ગતિવિધિઓનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારત વ્યૂહરચના અને સૈન્ય સ્તર સહિત ચીનની સાથે અનેક સ્તરે વાતચીત કરી રહ્યું છે. જોકે તેમ છતાં ચીને તેની અવળચંડાઈ ચાલુ રાખી છે. રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના ચીની સમકક્ષ સહિત બંને દેશોનાં વિશેષ પ્રતિનિધિઓએ એલએસી પર સૈન્ય નિર્માણનાં મુદ્દાને હલ કરવા માટે વાતચીત કરી છે.

(File Pic)

સૂત્રોના જણાવ્યા મુજબ “તાજેતરની વાતચીત દરમિયાન ભારતનાં પક્ષ તરફથી ચીનને કહેવામાં આવ્યું કે એક સૈન્ય અભ્યાસની આડમાં તેમણે પૂર્વ લદ્દાખમાં LAC પર સૈનિકોની મોટી પ્રમાણમાં ઉપસ્થતિની સાથે ભારે સંખ્યામાં યુદ્ધ સામગ્રી તૈયાર કરી હતી. જે અંગે કૉમર્શિયલ સેટેલાઇટનાં માધ્યમથી માહિતી મેળવી શકાય છે. વધુમાં તેમણે કહ્યું કે, ડેપસાંગનાં મેદાની વિસ્તાર અને ડીઓબી સેક્ટરમાં ચીની બિલ્ડઅપ અને કંસ્ટ્રક્શન એક્ટિવિટીનાં મુદ્દા પર ભારતનાં પક્ષે વાંધો ઉઠાવ્યો છે.

Share This Article