પાણીની તરસ છીપાવવા ખિસકોલીએ માંગ્યું પાણી !

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં અવાર નવાર પશુ અને પ્રાણીઓના વિડિયો વાયરલ થતા હોય છે. ત્યારે કહેવાતી નાની એવી ખિસકોલીનો પણ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

(File Pic)

વાયરલ થયેલ ખિસકોલીના આ વિડિયો લોકોનું મન મોહી લીધુ છે. આઈએફએસ સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક ખિસકોલી રસ્તા પર ફરી રહેલા વ્યક્તિના હાથમાં પાણીની બોટલ જોઈ તેની પાસે પહોંચી જાય છે. ત્યારબાદ તે બે પગે ઉભી થઈને એ વ્યક્તિ પાસે રીતસરની પાણીની માંગ કરે છે.

આ દરમિયાન ખિસકોલી તેના બંને હાથથી પાણી માંગે છે. આ જોઈ વ્યક્તિ જેવી જ પાણીની બોટલ નીચે ધરે છે તો ખિસકોલી સહેજ પણ ડર્યા વગર નાના બાળકની માફક પાણી ગટગટાવી પોતાની તરસ છીપાવે છે. આ વીડિયો ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ પણ આ વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Share This Article