જામનગરમાં સૌપ્રથમવાર ખળચિતરો સાપ જોવા મળ્યો

admin
1 Min Read

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને લોકો ચિંતિત છે. ત્યારે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં લોકોને સતત અપીલ પણ કરવામાં આવી રહી છે. કે લોકો ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે. તેવામાં લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ છે.

ત્યારે મજૂરવર્ગને ભારે હાલાકી થઈ રહી છે. તો બીજી બાજુ પ્રકૃતિને આનો ખૂબ જ સારો લાભ મળી રહ્યો છે. મનુષ્ય સતત પ્રદૂષણથી પૃથ્વીને નષ્ટ કરવાની કગાર પર લઈ આવ્યો છે. ત્યારે કોરોના વાયરસના કારણે લોકો ઘરની અંદર છે. અને જંગલના પ્રાણીઓ બહાર રોડ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.

તેવામાં જામનગરમાં સૌપ્રથમવાર એક ખળચિતરો સાપ જોવા મળ્યો હતો. જેને જોતાં સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. તેમજ સ્થાનિકો દ્વારા તરત જ આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

Share This Article