અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા પૂર્વ મંત્રી

admin
1 Min Read

બનાસકાંઠામાં તીડના આતંક, કમોસમી વરસાદ અને ઈયળોના ઉપદ્રવના કારણે ખેતરોમાં પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. કમોસમી વરસાદને કારણે આ વર્ષે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાવના પૂર્વ ધારસભ્ય અને રાજ્યના ભૂપૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ વાવ ભાભર અને સુઈગામ તાલુકાના ખેડૂતો સાથે મુલાકાત લીધી. ભૂતપૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ ખેડૂતો સાથે રહીને તેમના ખેતરની પણ મુલાકાત લીધી હતી  રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બનાસકાંઠામાં અસરગ્રસ્ત વિસ્તારની લીધી હતી. જેમા તેમણે જોયું કે વરસાદના કારણે એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ થયો છે અને ઈયળોને કારણે તે પાક નષ્ટના આરે હતો. પરિણામે સરહદી વિસ્તારના ખેડૂતોના ખેતરનું તેમણે જાતે નિરીક્ષણ કર્યું હતુ. આ દરમિયાન પૂર્વ મંત્રીએ ખેડૂતોને થયેલ નુકશાનનું યોગ્ય વળતર  મળે તે માટે સરકાર સમક્ષ રજુઆત કરવાની પણ ખાતરી આપી હતી.

Share This Article