પંચમહાલના શહેરામાં ખેડૂતોની હાલત કફોડી

admin
1 Min Read

પંચમહાલના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં રહેલ ડાંગર સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત દયનિય બની છે. ત્યારે શહેરા તાલુકાના કોતરિયા ગામના ખેડૂતો પણ ડાંગર, સોયાબીન સહિતના અન્ય પાકને નુક્સાન જવાની શક્યતાને લઈને ખેડૂતો ચિંતામા ગરકાવ થઈ ગયા છે. પંચમહાલના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની ઋતુમાં સારો વરસાદ થવા પામ્યો હતો. તેમજ દિવાળી પર્વ દરમિયાન કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલ ડાંગર, સોયાબીન, દિવેલા, શાકભાજી તેમજ અન્ય પાકને નુકશાન થવાને લઈને ખેડૂતોની ચહેરા પરની ખુશી હવે નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. કોતરીયા ગામમાં ૪૦થી વધુ ખેડૂતોના ખેતરમાં રહેલ ડાંગરના પાકમાં રોગ પણ જોવા મળી રહ્યો છે. ખેતીમાં નુકશાન જતા અહીના ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે.

Share This Article