અમરેલી-પીપાવાવ પોર્ટના માર્ગ પર ચાર સિંહોની લટાર

Subham Bhatt
1 Min Read

ભારતમાં ફક્ત ગીરના જંગલમાં સિહ વસવાટ કરે છે. ત્યારે સિંહને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ગીરના
જંગલમાં આવતા હોય છે જુનાગઢ જિલ્લામાં અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં સિંહ વસવાટ
કરે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જેના
વિડીયો પણ અવાર નવાર વાયરલ થતાં હોય છે. અમરેલી જિલ્લામાં સિંહોના વીડિયો સોશ્યલ
મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યા છે ત્યારે વધુ એક વીડિયો સોશ્યલ મીડિયામાં સામે આવ્યો છે.

Four lions roam the Amreli-Pipavav port route
અમરેલી જિલ્લાના રાજુલાના પીપાવાવ પોર્ટના માર્ગ પર ચાર સિંહો લટાર મારતા હોવાનો વિડીયો સોશિયલ
મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. વાહનોથી ધમધમતા માર્ગ પર બિન્દાસ ચાર સિંહો લટાર મારવા નીકળ્યા હતા.
ગઈકાલે સવારમાં જંગલના રાજા સિંહોએ રોડ પર લટાર મારી હતી. સિંહોને નજીકથી વાહનચાલકે
મોબાઈલમાં કેદ કર્યા હતા. કોલર આઈડી સિંહણ એની પાછળ પાઠડા સિંહની સવારી વિડીયોમાં નજરે પડે છે.
રોડની બન્ને સાઈડ બે બે સિંહો દીવસ દરમ્યાન બિન્દાસ લટાર મારી રહ્યા છે. પીપાવાવના માર્ગ પર
સિંહનો અકલ્પનિય વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share This Article