હવેથી જાહેરમાં સિગારેટ પીતાં પકડાયા તો થશે મસમોટો દંડ….બદલાયા નિયમો…

admin
1 Min Read

ધૂમ્રપાનથી દેશભરમાં વર્ષે 13 લાખ લોકો તમાકુ સંબંધિત બીમારીને લીધે મૃત્યુ પામે છે. એક રિપોર્ટ પ્રમાણે દરરોજ ચાર હજારથી વધુ ભારતીયો તમાકુના સેવનથી થતા રોગોથી મૃત્યુ પામે છે અને વર્ષ 2003 થી આને લગતા મૃત્યુ દર વર્ષે લગભગ 5.9 ટકા જેટલા વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો તમાકુ નિયંત્રણ અધિનિયમ -2003 માં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

જેમાં જાહેરમાં સિગારેટ પીવા પર 10 ગણો વધુ દંડ ફટકારવામાં આવશે. એટલે કે જાહેરમાં જો કોઈ વ્યક્તિ ધુમ્રપાન કરતો પકડાશે તો તેને 2 હજારનો દંડ ફટકારાશે. એટલુ જ નહીં, હોટલ, રેસ્ટોરાં અને એરપોર્ટ જેવા સ્થળોએ અલગ સ્મોકિંગ ઝોનની જોગવાઈને રદ કરવામાં આવી છે, જેમાં તમાકુની ખરીદી અને વેચાણની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, સંસદના આ બજેટ સત્રમાં સુધારેલ બિલ રજૂ કરવામાં આવનાર છે. કોટપા એક્ટના સુધારેલા મુસદ્દામાં સંબંધિત સંસ્થા દ્વારા તમાકુ પેદાશો વેચનારા વિક્રેતાઓને ફરજિયાત લાઇસન્સની જોગવાઈ કરવામાં આવી છે. તમાકુના વેચાણ માટે કોઈ પ્રમોશન અથવા પ્રદર્શન થશે નહીં. ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા તમાકુના ઉત્પાદનોના પ્રમોશન પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

Share This Article