કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજયંતીની ઉજવણી કરવામાં આવી

admin
1 Min Read

દેશભરમાં આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે સવારથી પ્રાર્થના શરૂ કરી દેવામાં આવી છે. આશ્રમવાસીઓ અને મોટી સંખ્યામાં બાળકો પ્રાર્થનામાં જોડાયા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ગાંધી આશ્રમ પહોંચ્યા છે. જયારે મહીસાગર જીલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા લુણાવાડા ખાતે ગાંધીજીની પ્રતિમા પર ફૂલહાર ચડાવવામાં આવ્યું હતું. તે સાથે સૂતરની આંટી ચડાવીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હરજીવનભાઈ પટેલ તેમજ જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પી એમ પટેલ અને પાર્ટીના સદસ્યો અને કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા અને ગાંધી જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article