સાંસદના નેતૃવમાં યોજાઈ ગાંધી સંકલ્પ યાત્રા

admin
1 Min Read

20 ઓકટોમ્બ૨ 2019થી સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રિ૫તા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી વર્ષ મનાવી રહ્યું છે. ત્યારે ગાંધી વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ દ્રારા ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળના નેતૃત્વમાં આવતીકાલ તા.4થી સતત 10 દિવસ દરમ્યાન ભાવનગર અને બોટાદ જિલ્લાના સસંદિય ક્ષેત્રમાં ‘ગાંઘી સંકલ્પ યાત્રા’શિર્ષક તળે પદયાત્રા યોજવામાં આવશે.જેનું પ્રસ્થાન આવતીકાલ તા. 4ના રોજ જેસરના અયાવેજ ખાતેથી થશે.તમામ વિધાનસભા મત વિસ્તારમાં આ પદયાત્રા ફરશે. આ અંગે મીડિયાને માહિતી આપતાં સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું કે, જેસર તાલુકાના અયાવેજ ગામે ખોડીયાર મંદિરે સવારે 11 કલાકે યોજાનાર જિલ્લા ભાજપના સ્નેહ મિલન સમારોહ બાદ બપોરે 2 કલાકે જેસ૨ તાલુકાના અયાવેજ ગામેથી તેમના નેતૃત્વમાં’ગાંઘી સંકલ્પ યાત્રા’નું પ્રસ્થાન ક૨વામાં આવશે.જેના પ્રારંભે ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ અને ભાવનગ૨ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી વિભાવરીબેન દવે વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે. આ ૫દયાત્રા કુલ 10 દિવસ દ૨મ્યાન વિવિધ તબકકાઓમાં ૨ોજના સરેરાશ 15 કી.મી.મુજબ 150 કી.મી. સુધીનું અંત૨ કાપશે. તેમણે વિગતો આપતાં એમ પણ ઉમેર્યું કે, આ ૫દયાત્રા દ૨મ્યાન ગાંધીજીના વિચા૨ો, સિઘ્ધાંતો અને અહિંસાના સંદેશ સાથે સાથે વિવિધ અભિયાનો, કાર્યક્રમો અને જન જાગૃતિના કાર્યો થકી ગામ-ગામ અને જન-જન સુધી ગાંધી વિચા૨ધારાને ૫હોંચાડવાનો એક પ્રમાણીક પ્રયત્ન ક૨વામાં આવશે.આ પદયાત્રા ભાવનગર અને બોટાદના વિધાનસભા મતવિસ્તારોમાં ફરશે.

Share This Article