ભાવનગરમાં ગાંધી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી

admin
1 Min Read

ભાવનગર જિલ્લામાં મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરવામાં આવી છે. સાંસદ દ્વારા ગાંધી સંકલ્પ પદયાત્રાનો આયાવેજ ગામથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લામાં જેસરથી શરૂ કરી પદયાત્રા 150  કિલોમીટરની પદયાત્રાને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રસસ્થાન કરી હતી. આ પદયાત્રામાં ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ,  સાંસદ નારણભાઇ કાછડીયા, મહેન્દ્ર સિંહ સરવૈયા સહિતના રાજકીય નેતાઓ જોડાયા હતા. ગાંધી સંકલ્પ યાત્રા જિલ્લાના તાલુકા મથકો પર 150  કિલોમીટરમાં કાઢવામાં આવશે. મોટી સંખ્યામાં આ યાત્રામાં લોકો પણ જોડાયા હતા. આપને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધીની સ્મૃતિમાં તેમના જીવનને, વિચારને આત્મસાત કરવા તેમજ જન જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી ગુજરાતભરમાં આનેક જગ્યાઓએથી ગાંધી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે. સામાન્ય રીતે આ યાત્રા દરમિયાન દરરોજ વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન સાથોસાથ ગાંધીજીના સંદેશનું પાલન કરવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે.

Share This Article