પંચમહાલમાં તૈયાર થઇ ગઈ છે ગણેશ મૂર્તિઓ ,ર્એડવાન્સ બુકિંગ ચાલુ

admin
1 Min Read

ગોધરા શહેરમા આવેલા અંકલેશ્વર મહાદેવ અને વાવડી વિસ્તારમાં મુર્તિકારો ગણેશમુર્તિઓને બનાવામા આખરી ઓપ આપી રહ્યા છે. અહી વિવિધ પ્રકારની કલાત્મક મુર્તિઓ બનાવામા આવી રહી છે. અમદાવાદથી મૂર્તિકારો ત્રણ મહીના પહેલા  આવીને મુર્તિ બનાવી રહ્યા છે. અહીની મૂર્તિઓનો ભાવ ૧૦૦૦થી ૧૦૦૦૦ સૂધીનો છે. ગોધરા શહેર તેમજ આસપાસના તાલુકા તેમજ  ગ્રામીણ વિસ્તારના ગણેશ સ્થાપના કરતા મંડળોવાળા આવે છે.  હાલ તો ગણેશજીની મુર્તિઓનૂ બૂંકીગ કરતા હોય છે.  અમદાવાદના ગુલબાઇ ટેકરા, સેટેલાઇટ વિસ્તારના મુર્તિકારીગરો અહી આવીને ધામા નાખતા હોય છે.  ગણેશની અવનવી મૂર્તિઓ બનાવતા હોય છે.  ગણેશ ચર્તૂથી આવે ત્યા સૂધી મુર્તિઓ લેવા સારી એવી ગ્રાહકી થાય એવી આશા રાખતા હોય છે. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીની ઉજવણીનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરું મહત્વ છે. રોજ દેશભરમાં ધૂમધામથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. જોકે કેટલાક લોકો અને સમુદાયો આ મહોત્સવની ઉજવણી એક, ત્રણ, પાંચ, સાત કે નવ દિવસ સુધી પણ કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં મોટા તહેવારોમાં ગણાતા ગણેશ ચતુર્થીના પાવન અવસર પર રિદ્ધિ સિદ્ધાના દાતા અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની આસ્થા પૂર્વક પૂજા-અર્ચના-વ્રત કરવાથી અપાર ફળ મળે છે અને જીવનમાં કોઈપણ કામ અટકતું નથી. ગણેશજીના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિનું આગમન થાય છે. તેથી આ તહેવારનો એક અનોખો જ મહત્વ ગણવામાં આવે છે.

Share This Article