ગણપત યુનીવર્સીટીએ સાઈના કર્યો MOU

admin
1 Min Read

મહેસાણાના ખેરવા ખાતે રમણીય વાતાવરણમાં આવેલ એક આગવું વિદ્યાધામ ગણપત યુનીવર્સીટી ખાતે USAના પોમોનાની નામાંકિત યુનીવર્સીટી કાલપોલીના વાઇસ ચેરમેન ડો.ડેનિલ મોંટ પ્લેસર અને જોશેપ રેસિસએ હાજરી આપી હતી.  આજે ગણપત યુનીવર્સીટી અને કાલપોલી યુનીવર્સીટી સાથે વિદેશી એન્જીનયરિંગ અભ્યાસ માટે MOU કરવામાં આવ્યો છે. જે MOU દ્વારા હવેથી ગણપત યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ સ્વદેશમાં મેળવી માસ્ટર ડીગ્રી માટે વિદેશ અભ્યાસ કરવા જવાની ઉજ્જવળ તક પ્રદાન થઈ છે. ત્યારે આ પ્રસંગે ગણપત યુનીવર્સીટીના ચેરમેન પદ્મશ્રી ગણપતભાઈ પટેલે શુભેચ્છા પાઠવી પોતે USAની કાલપોલી યુનીવર્સીટીમાં અભ્યાસ કર્યો હોવાની યાદ તાજી કરી હતી. તો આ MOU કરતા કાલપોલી યુનિવર્સીટીના ડેલીગેશને પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

Share This Article