ગોધરામાં ૫૦ ફૂટના રાવણનું દહન કરાયું

admin
1 Min Read

છેલ્લા કેટલાક વર્ષોથી ગોધરા નગર પાલિકા દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે વર્ષે પણ ૫૦ ફૂટ ઊંચા રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. રાવણના પૂતળાનું દહન દશેરાના મહા પર્વે લાલબાગ ટેકરી મેદાનમાં સાંજે :૩૦ કલાકે કરવામાં આવ્યું હતું.  વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યના વિજયના પર્વ સ્વરૂપે મનાવવામાં આવે છે ત્યારે વર્ષોથી ગોધરા નગરપાલિકા દ્વારા રાવણ નું પૂતળું બનાવડાવી તેનું દહન કરી તહેવારને ભારે ધામધૂમથી મનાવાય છે. કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમિત અરોરા , જિલ્લા વિકાસ અધિકારી .જે. શાહ, જિલ્લા પોલિસ વડા ડો.લીના પાટીલ, નગર પાલિકા પ્રમુખ ઈલેન્દ્ર પંચાલ, ઉપ પ્રમુખ દીપક સોની, પૂર્વ પ્રમુખ ગગન હરવાની તથા વિદ્યાબહેન હરવાણી, નગર પાલિકાના સભ્યો, મુખ્ય અધિકારી અશ્વિન પાઠક તેમજ નગર પાલિકાના કર્મચારીઓ સહિત  વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં  ભવ્ય આતશબાજી, શસ્ત્રપૂજા અને રાવણદહનનો શાનદાર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

 

Share This Article