ડુંગળીના ભાવો આસમાને પહોચ્યા

admin
1 Min Read

અમરેલી જિલ્લાના બગસરા શાકમાર્કેટમાં શાકભાજી તેમજ ડુંગળીના ભાવો આસમાને ચડતા ગૃહણીયો પોતાનું બજેટ ખોરવાઇ જતા મહિલાઓમા પણ રોષ ભભૂકી ઉઠેલ છે. ત્યારે હાલ બગસરા શાકમાર્કેટમાં મહિલાઓને પૂછતા મહિલાઓ જણાવ્યુ કે, હાલ પહેલાં શાકભાજી 25 થી 30 રૂપિયા કિલ્લોએ મળતું પરંતુ અતિ વરસાદ અને અતિવૃષ્ટિના કારણે શાકભાજીની આવક તેમજ ડુંગળીની આવક માર્કેટની અંદર ખુબજ ઓછી થવાનાં કારણે શાકભાજીના ભાવમાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યું છે. આ અંગે મહિલાઓએ જણાવ્યા મુજબ કે ઘણા બહેનો તો શાકભાજી લીધાં વગર જતા રહે છે.

અંગે વધુ જાણવા મળ્યા મુજબ હાલ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદના પગલે ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 20 કિલોના આચરે રૂપિયા 950ના ભાવે વેચાઈ રહી છે. જેથી  હાલ સમગ્ર રાજયમાં મેઘરાજાએ મહેર કરી છે ત્યારે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. વખતે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવો પણ આસમાને પહોંચ્યાં છે.  આ સમયે સમજવું ખૂબ જરૂરી છે કે 2 રૂપિયે કિલો વેચાતી ડુંગળી આટલી મોંઘી કઈ રીતે થઈ?  ડુંગળીના આટલા ભાવો કેમ થયા?  ત્યારે વરસાદને પગલે ડુંગળીનો પાક 50 ટકાની અંદર સીમિત થઇ ગયો હોય તેવું જાણવા મળ્યું.

Share This Article