ગોંડલમાં ૨૩૫મો ગુણાતીત જન્મોત્સવ ઉજવાયો

admin
1 Min Read

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ ગોંડલ અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૨૩૫મો ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ભાવભેર ઉજવાઈ ગયો.   મહોત્સવનો લાભ લેવા દેશઅને પરદેશથી હજારો હરિભક્તોનો પ્રવાહ ગોંડલ આવ્યો હતો.  સવારે મહંત સ્વામીની પ્રાતઃ પૂજા બાદ યોજાયેલી કળશ યાત્રામા દેશવિદેશથી પધારેલા સંતો અને હરિભકતો જોડાયા હતા.  

 

અક્ષર ઘાટ પર પ્રમુખસ્વામી મહારાજના અસ્થિ વિસર્જનને વર્ષે ચાર વર્ષ પુરા થતા અક્ષર ઘાટ પર પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજાનુ આયોજન કરવામાં આવ્યું હતું. શરદપૂનમની મુખ્ય સભા સાંજે :૦૦ થી :૦૦ દરમિયાન યોજવામાં આવી હતી.  આ વર્ષે  વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગતવચનામૃતમધ્યવર્તી વિચાર સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.  આજનો સમગ્ર ઉત્સવએ મહાપુરુષને સમર્પિત કરવામાં આવ્યો હતો જેણે પોતાનું સમગ્ર જીવન સમાજમાં રહેલા દુષણોબદીઓ દૂર કરી સમાજનાં સારા કાર્યોમાં વિતાવ્યું હતું. મૂળ અક્ષરમૃતી ગુણાતીતાનંદ સ્વામીએ કહેલ વચનામૃતનો મહિમા ચોટદાર સંવાદ અને નૃત્ય દ્વારા દર્શાવવામાં આવ્યો હતો.  

 

Share This Article