હવે મનગમતી નોકરી શોધવામાં પણ મદદ કરશે Google, કઈ રીતે વાંચો આ અહેવાલ

admin
2 Min Read

વિશ્વભરમાં કોરોનાનું સંકટ જોવા મળી રહ્યું છે. જેના કારણે લાખોની સંખ્યામાં યુવાઓએ નોકરી ગુમાવવી પડી છે. જ્યારે કરોડો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. તેવી સ્થિતિમાં ઓનલાઇન જોબ તેમજ વર્ક ફ્રોમ હોમની માંગમાં વધારો થયો છે. ત્યારે ઓનલાઈન સર્ચ નોકરી શોધતા યુવાનો માટે ભારતમાં ગુગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ જોબ સર્ચિંગ એપ કોરમો જોબ્સ ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે.

(File Pic)

દિગ્ગજ સર્ચ એન્જિન કંપની ગુગલ દ્વારા બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયા બાદ આ જોબ સર્ચિંગ એપ્લિકેશન હવે ભારતમાં પણ લોન્ચ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે ગુગલ દ્વારા આ એપ ગત વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. ગુગલની જોબ સર્ચિંગ એપ કોરમો જોબ્સ નોકરી મેળવવામાં ઘણી સહાયરુપ સાબિત થઈ શકે છે.

ભારતીય માર્કેટ અને ખાસ કરીને યુવાનો જોબ માર્કેટમાં મહત્વની મદદ સાબિત થાય એવા ફિચરનો ગૂગલમાં ઉમેરો થયો છે. સર્ચ એન્જિન ગુગલએ પોતાના પ્લેટફોર્મમાં નવું ફિચર ઉમેર્યું છે જે લોકોને પોતાની પસંદગીની નોકરી શોધવામાં મહત્વની મદદ કરશે. જેની મદદથી યુઝર્સ સરળતાથી પોતાની જરૂરિયાતો પ્રમાણે નોકરી સર્ચ કરી શકશે.

મહત્વનું છે કે, ગુગલની કોરમો જોબ્સ એન્ડ્રોઇડ બેસ્ડ એપ છે જે ગુગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. એપ્લિકેશન પર કેટલીક જાણકારી આપીને પોતાનું રજિસ્ટર કરાવવાનું રહેશે. ત્યારબાદ આ એપ પર વ્યક્તિને પોતાની સ્કિલ પ્રમાણે અલગ-અલગ કેટેગરીમાં નોકરીઓના વિકલ્પ મળશે. ગુગલના મતે આ એપ પર નોકરી શોધનારની સાથે બિઝનેસ સાથે જોડાયેલ લોકો પણ છે અને હાલ આ એપ્લિકેશન પર 20 લાખથી વધારે વેરિફાઇડ જોબ ઉપલબ્ધ છે.

Share This Article