પૌત્રએ આખલાના હુમલાથી દાદીને બચાવી, વિડિયો થયો વાયરલ

admin
2 Min Read

હરિયાણાના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હરિયાણાના મહેન્દ્રગઢમાં આખલાએ વૃદ્ધ મહિલા અને એક યુવક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે આ દરમિયાન યુવકે હિમ્મતપૂર્વક પોતાની વયોવૃદ્ધ દાદીને આખલાના હુમલાથી બચાવી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, હરિયાણાના મહેન્દ્રગઢમાં મોટી સંખ્યામાં રખડતા ઢોર રસ્તા પર ફરતા જોવા મળે છે.

તેમજ રખડતા ઢોરના હુમલા પણ એટલા જ વધી રહ્યા છે. ત્યારે સોમવારે આ વિસ્તારમાં 70 વર્ષીય અંગૂરી દેવી તેમના ઘર નજીક વોકિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન એક આખલાએ તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. પોતાની દાદીનો અવાજ સાંભળીને તેમનો 20 વર્ષીય પૌત્ર ત્યાં પહોંચી ગયો હતો અને આખલાના હુમલામાં ઘાયલ થઈને જમીન પર ઢળી પડેલ પોતાની દાદીને ઉભી કરી હતી. જોકે આ દરમિયાન આખલાએ યુવક પર પણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાના પગલે અન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને આખલાને ભગાડવા લાગ્યા હતા.

આ ઘટનામાં 70 વર્ષીય અંગૂરી દેવી અને તેમનો પૌત્ર ઘાયલ થતાં તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતો. જોકે, આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પોતાનો જીવ જોખમમાં મુકી આખલાના હુમલાથી દાદીને બચાવનાર પૌત્રની હિંમતના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

Share This Article