હવે દેશી વેક્સિનની જાણકારી માટે લોન્ચ કરાઈ પોર્ટલ…જાણો સમગ્ર વિગત

admin
1 Min Read

ભારતમાં કોરોના વાયરસની વેક્સીન સાથે સંકળાયેલ તમામ જાણકારી હવે લોકોને એક પોર્ટલ મારફતે જ મળી રહેશે. ભારતમાં પ્રથમ વખત દેશની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ એક વેક્સીન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ વેક્સીન પોર્ટલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષનવર્ધન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને દેશની જનતા વચ્ચે કોરોનાની વેક્સીન અંગે જાગરુક્તા લાવવા માટે કોવિડ-19 માટે વેક્સીન પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે. આ પોર્ટલ પર ભારતમાં વેક્સીનની કામગીરી સંબંધિત તમામ સૂચના (આ https://vaccine.icmr.org.in/ પર ) ઉપલબ્ધ રહેશે. આઈસીએમઆર વેક્સીન પોર્ટલને સમયની સાથે સાથે અલગ-અલગ બિમારીઓને ફેલાતી રોકવા માટે ઉપયોગમાં લેવાતી તમામ વેક્સીન માટે ઉપલબ્ધ ડેટા પણ મુકવામાં આવશે જેનાથી આ વેબ પોર્ટલને વધુ મજબૂત કરવામાં આવશે.

મહત્વનું છે કે, ભારતમાં અત્યારે ત્રણ કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. આ ત્રણેય વેક્સીન ટ્રાયલના અલગ-અલગ તબક્કામાં છે. ભારતમાં જે વેક્સીન પર કામ ચાલી રહ્યુ છે તેમાં ભારત બાયોટેક-આઈસીએમઆરની કોવેક્સિન, ઝાયડસ કેડિલાની ઝાઇકોવ-ડી અને ઓક્સફર્ડ-એસ્ટ્રજેનેકાની કોવિશિલ્ડ વેક્સીનનો સમાવેશ થાય છે.

Share This Article