સેક્સ વર્કર્સ માટે સુપ્રીમ કોર્ટે રાજ્યોને કર્યો મહત્વનો આદેશ

admin
1 Min Read

કોરોના મહામારીના ફેલાતા સંક્રમણને રોકવા માટે દેશભરમાં જે લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું તેને હવે અનલોક અંતર્ગત ખોલવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનની અસર લોકોની આર્થિક સ્થિતિ પર પણ પડી છે. આ લોકડાઉનના કારણે સેક્સ વર્કરોને પણ આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો છે.

 ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ રાજ્યોને નિર્દેશ કર્યો છે કે તે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠન અને સેક્સ વર્કરોને ઓળખના પુરાવા રજૂ કર્યા વગર ડ્રાય એટલે કે સુકૂ રાશન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ રાજ્યોને ચાર સપ્તાહની અંદર આદેશનું પાલન થયું છે કે કેમ તેનો રિપોર્ટ પણ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ રિપોર્ટમાં તે વિવરણ હોવું જરૂરી છે કે કેટલા સેક્સ વર્કરોને આ દરમિયાન રાશન આપવામાં આવ્યું છે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું કે કોવિડ 19 મહામારીના સમય દરમિયાન યૌનકર્મીઓની નાણાંકીય સહાય કરવા મામલે પણ આવનારા સમયમાં વિચાર કરવામાં આવશે. બિન સરકારી સંગઠન દરબાર મહિલા સમન્વય સમિતિએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણે સેક્સ વર્કરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. આ અરજીમાં દેશનાં હાજર નવ લાખથી પણ વધુ સેક્સ વર્કર્સનું રાશન કાર્ડ અને બીજી સુવિધાઓ ઉપબલ્ધ કરાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Share This Article