જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા

admin
1 Min Read

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ અહીં આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળોને બિજબેહરામાં આતંકવાદીઓ છુપાયા હોવાના ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરમિયાન આતંકીઓએ અચાનક સુરક્ષાદળો પર ફાયરીંગ શરુ કરી દીધું હતું, જ્યારબાદ સેનાએ પણ મોરચો સંભાળી જવાબી કાર્યવાહી શરુ કીર દીધી હતી. જે દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળોએ વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકાના પગલે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યુ છે.  મહત્વનું છે કે, તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના ગાંદરબલથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓની સુરક્ષા દળો ઘણા સમયથી શોધી રહી હતી. ગાંદરબલમાં છુપાયેલા હોવાના ઇનપુટ બાદ, છેલ્લા બે અઠવાડિયાથી આતંકવાદીઓને પકડવા માટે એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લગભગ બે અઠવાડિયાના પ્રયાસ પછી, સુરક્ષા દળોએ સોમવારે  નારંગમાં બે આતંકીઓને પકડ્યા હતા.

 

Share This Article