મેદસ્વિતાથી શરીરને થાય છે ઘણાં નુક્સાન

admin
1 Min Read

મેદસ્વિતાથી શરીરને ઘણાં નુક્સાન થાય છે. તેની અસરથી વ્યક્તિની સ્વાદેન્દ્રિય પર પણ અસર પડે છે. તેનાથી વાનગીઓનો સ્વાદ પારખવાની ક્ષમતામાં ઘટાડો આવે છે. ‘ફ્રોન્ટિયર્સ ઈન ઈન્ટરગ્રેટિવ ન્યૂરોસાયન્સ’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.આ રિસર્ચ ડી લોર્નેન્ઝો અને માઈકલ દ્વારા ન્યૂ યોર્કની બિન્ઘમ્ટન યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. રિસર્ચ માટે મેદસ્વિતા ધરાવતા ઉંદરો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં ઉંદરોને કેટલાક દિવસો સુધી હાઈ ફેટ ડાયટ આપવામાં આવતો હતો. આ રિસર્ચમાં પુરવાર થયું કે, મેદસ્વિતા ધરાવતાં ઉંદરો કોઈ પણ વાનગીઓનો સ્વાદ ઓળખવામાં અન્ય ઉંદરોની સરખામણી કરતાં ઓછો રિસ્પોન્સ આપે છે. આ રિસર્ચમાં પુરવાર થયું કે હાઈ ફેટ ડાયટ લેવાથી સ્વાદેન્દ્રિયની સક્રિયતા ઓછી થઈ જાય છે. ડી લોર્નેન્ઝો જણાવે છે કે, ‘હાલ આ રિસર્ચ ઉંદરો પર કરવામાં આવ્યું છે જોકે મનુ્ષ્યમાં પણ આવાં જ પરિણામો જોવા મળી શકે છે.’

Share This Article