ગુજરાત : ધોરણ-10નું 60.64 ટકા પરિણામ

admin
1 Min Read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10ની પરીક્ષામાં 8,13,208 વિદ્યાર્થીઓએ ઉમેદવારીપત્ર ભર્યુ હતું, જે પૈકી 7,12,148 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4,12,805 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.

રાજ્યનું સરેરાશ પરિણામ 60.64 ટકા જાહેર થયું છે. ગત વર્ષ કરતાં 6 ટકા જેટલુ ઓછુ પરિણામ આવ્યું છે.  ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે ત્યારે છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જેમાં 174 શાળામાં તો એક પણ વિદ્યાર્થી પાસ નથી થયા.

74.66 ટકા સાથે સુરત શહેર પ્રથમ ક્રમે છે. જેને કારણે સુરતના વિદ્યાર્થીઓ તથા શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતના 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. જોકે, પાછલા વર્ષ ની સરખામણી માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. આખા ગુજરાતમાં A1 ગ્રેડમાં સુરત મોખરે છે. તો સૌથી વધુ 94.78 ટકા સાથે બનાસકાંઠા કેન્દ્રએ બાજી મારી છે.

બનાસકાંઠા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યુ છે. જ્યારે દાહોદના રૂવાબારી કેંદ્રનું સૌથી ઓછું 14.9 ટકા પરિણામ આવ્યું છે. 125 જેલના કેદીઓએ પણ ધોરણ-10ની પરીક્ષા આપી હતી.  માર્કશીટ વિતરણની તારીખો હવે પછી જાહેર કરાશે. એટલે કે વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન જ પરિણામ જોઇ શકશે.

Share This Article