વર્લ્ડ બેંકે વ્યક્ત કરી આશંકા, કરોડો લોકો ગરીબીમાં ધકેલાશે

admin
1 Min Read

કોરોના મહામારીના કારણે વિશ્વભરના અનેક દેશોમાં ભારે હડકમ્પ મચ્યો છે. આ મહામારીના કારણે હવે વિશ્વએ આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં પણ છેલ્લા સાત દાયકાની સૌથી મોટી મંદી આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

કોરોના વાયરસને લઈને વિશ્વ બેંકે મોટી ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે, કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટી મંદી આવશે. અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્તમાં 5.2 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

વિશ્વ બેંકના પ્રેસિડન્ટ ડેવિડ મલપાસના જણાવ્યા મુજબ, 1870 બાદ આ પ્રથમ વખત જ્યારે મહામારીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1870 બાદ અત્યાર સુધી 14 વખત મોટી વખત મંદી આવી છે.

1991 બાદ વિશ્વમાં 2009માં પણ આવી મંદિ આવી હતી. વિશ્વ બેંકે અંદાજ વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થામાં 3.2 ટકાનો ઘટાડો નોંધાશે.

રિપોર્ટ મુજબ, પ્રતિ વ્યક્તિ આવકમાં પણ 3.6 ટકાનો ઘટાડો આવે તેની આશંકા છે. આને કારણે કોરોડો લોકો ગરીબીમાં ધકેલાશે. તેવા દેશોમાં ગરીબીની માર સૌથી વધારે જોવા મળશે જે પર્યટન અને નિકાસ પર વધારે નિર્ભર છે અને જ્યાાં કોરોના વાયરસ સૌથી વધારે ફેલાયો.

Share This Article