ગુજરાત : શ્રાવણ મહિનામાં યોજાતા તરણેતરના મેળા પર પ્રતિબંધ

admin
2 Min Read

સૌરાષ્ટ્રમાં લોકમેળાનું મહત્વ ખુબ વધુ છે. ત્યારે સતત કામમાં વ્યસ્ત રહેતા લોકો જીવનમાં થોડું મનોરંજન મેળવવા શ્રાવણ મહિનો તેમજ ભાદરવા મહિનો આવવાની જ રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી લોકોની આ ખુશી અને મનોરંજન કોરોનાએ છીનવી લીધું છે. મેળામાં જે ભીડ થાય તેવી ભીડ ભાગ્યે જ કોઈ વાર તહેવારે થતી હશે. આ વર્ષે પણ શ્રાવણમાસમાં યોજાતા લોકમેળાઓ રદ કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટભરમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. ત્યારે સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજકોટ, જામનગર અને પોરબંદર પછી હવે સુરેન્દ્રનગરમાં પણ શ્રાવણ મહિનામાં યોજાતા મેળા અને તરણેતરના મેળા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે..

પાંચાળની ભીમીની આગવી ઓળખ એટલે તરણેતરીયો મેળો.ભાતીગળ સંસ્કુતી અને અવનવા પોશાકને લઇને દેશ વિદેશમાં જાણીતો થયેલો આ મેળો કોરોનાને લઇને આ વર્ષે પણ નહી ભરાવાનો નિર્ણય તંત્ર દ્રારા લેવામાં આવ્યો છે. મેળામાં મોજ કરીને પવિત્ર કુંડમાં સ્નાન કરવા ઉતાવળા થઇ રહેલા લાખો ભાવીકોનીઈચ્છા આ વર્ષે પણ અધુરી રહેશે. ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિને પ્રગટ કરતો આ મેળો કેટલાયે દાયકાઓથી ચાલ્યો આવે છે. તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક અને આધ્યાત્મિક એમ ત્રણેય દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વ ધરાવે છે. ત્યારે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના મેળાનું અનેરું મહત્ત્વ રહેલું છે. સતત ચાર દિવસ યોજાતા આ મેળામાં ફરવા માટે બહારથી મોટી સંખ્યામાં અહીયા આવતા હોય છે. આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળા નહીં થઈ શકે…જો કે, ધાર્મિક સ્થળો પર કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, રાબેતા મુજબ પુજા અર્ચના કરી શકાશે.

Share This Article