ગુજરાત : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

admin
2 Min Read

આજે ગુજરાતમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થઇ ગયું છે. કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. એટલે આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. આ પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવ્યું. સવારે આઠ કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ચાર લાખ 10 હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓનું સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે બોર્ડે પરિણામ તૈયાર કર્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી સ્કૂલોના ઈંડેક્ષ નંબરના આધારે પરિણામ જોઈ શકાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે.

4 લાખ 127 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 9 હજાર 455 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થીઓ છે. જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થીઓ છે. જ્યારે 5 હજાર 885 વિદ્યાર્થીઓને E1 અને 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મેળ્યો. જેમાં રાજકોટમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. 231 વિદ્યાર્થીઓએ રાજકોટમાં A1 ગ્રેડ મેળવ્યો. જ્યારે સુરતમાં 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થઈઓના પરિણામ જાહેર જાહેર થઈ જતા હવે ખાનગી અને રિપીટરો વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેના પણ પરિણામો સત્વરે જાહેર થશે.

Share This Article