ગુજરાત : CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે

admin
1 Min Read

ગુજરાતમાં મોટી ઉથલપાથલ બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. CM બન્યા બાદ પહેલીવાર ભુપેન્દ્ર પટેલ દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. અહીં તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક પણ કરવાના છે. તદઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવા જશે. સવારે દિલ્હી જઇને મોડી સાંજ સુધીમાં તેઓ અમદાવાદ પરત ફરશે. નોંધનીય છે કે, આનંદીબેન પટેલના ચુસ્ત સમર્થક એવાં ભૂપેન્દ્ર પટેલની નવા CM તરીકે વરણી થતાં બેનના સમર્થકો પણ નવી આશાનો સંચાર થયો છે. ગુજરાતમાં ‘નો રિપીટ થીયરી’ ના ભાગરૂપે આખી રૂપાણી સરકારને ભાજપના હાઈકમાન્ડે ઘર ભેગી કરી દીધી છે. હાઇકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યાં છે.

તેમની પસંદગી કરાઈ તેમાં બેનની ભૂમિકા મહત્વની મનાય છે. નોંધનીય છે કે, આજે રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારા પહોંચી શિશ ઝુકાવ્યું હતું. તેઓ અમદાવાદના થલતેજ સ્થિત ગુરુદ્વારા પહોંચ્યા હતાં અને ત્યાં ગુરુગોવિંદ સાહેબ સમક્ષ શિશ ઝુકાવ્યું. તેઓની સાથે કોર્પોરેશનના પદાધિકારી અને ભાજપના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.

Share This Article