નેશનલ : Punjab મુખ્યમંત્રી: આજે થશે નવા CM ની જાહેરાત

admin
1 Min Read

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ બીએલ પુરોહિતને સમગ્ર મંત્રિમંડળનું રાજીનામું આપ્યું છે. કેપ્ટન સાંસદ પત્ની પરનીત કૌર અને દિકરા રણઈંદર સિંહ સાથે રાજભવન પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. કેપ્ટન ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાનનું વલણ જોઈને કેપ્ટનના ખાસ લોકોએ પણ તેમનાથી અંતર કરી લીધું છે. પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે કહ્યું કે પાર્ટીની પરંપરા પ્રમાણે નવા CMનો ચહેરો સોનિયા ગાંધી નક્કી કરશે.

ત્યારે પંજાબના નવા મુખ્યમંત્રી કોણ હશે? તે નક્કી કરવા માટે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ફરીથી આયોજિત કરવામાં આવશે. પંજાબ ભવનમાં તમામ ધારાસભ્યો ભેગા થશે અને સર્વસહમતિથી કોઇ એક નામ પર નિર્ણય કરવામાં આવશે. આખરે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી પંજાબના નવા સીએમના નામ પર મોહર લગાવશે. પંજાબના સીએમ પદની રેસમાં અત્યાર સુધી સૌથી આગળ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ, પંજાબ કોંગ્રેસના ચીફ નવજોત સિંહ સિદ્ધૂ અને કેપ્ટન અમરિંદર સિંહનો વિરોધ અક્રનાર સુખજિંદર સિંહ રંઘાવા (ના નામ સૌથી આગળ રહ્યા છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી હાઇકમાન્ડ આ ત્રણમાંથી કોઇ એક નામ પર દાવ રમશે.

Share This Article