ગુજરાત : તૌકતે વાવાઝોડાને લઈ CM રૂપાણીની પત્રકાર પરિષદ

admin
1 Min Read

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે. જેને પગલે રાજ્ય સરકાર એલર્ટ થઈ છે. વાવાઝોડાને પગલે CM રૂપાણી એ પત્રકાર પરિષદ સંબોધી વાવાઝોડાને લઈને રાજ્ય સરકારની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપી છે. તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરને લઈને સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ છે. જેમાં વાવાઝોડાની સ્થિતિથી માંડીને થનારી અસરો પર ચર્ચાઓ થઈ હતી. બેઠક બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે સરકાર બધી રીતે સજ્જ છે. વાવાઝોડા બાદની સ્થિતિને પહોંચી વળવા માટે આખરી ઓપ આપી દેવાયો છે.

કાંઠા વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. વાવાઝોડાને પગલે તમામ તૈયારીઓને આખરી ઓટ આપવામાં આવ્યો છે. વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સજ્જ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અસરગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોના ૧.૫ લાખ લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. આગામી બે કલાકમાં દરિયાકાંઠાથી ૧૦ કિમીના અંતરના તમામ ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. NDRF ની ૪૪ ટીમ તૈનાત કરવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે, તમામ તૈયારીઓની સમીક્ષા કરી તૈયારીઓને આખરી ઓટ આપવામાં આવ્યો છે. વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે સરકાર સજ્જ છે. તેમ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું

Share This Article