ગુજરાત : હાઇકોર્ટે રૂપાણી સરકારને કહ્યું! કોરોનાની ત્રીજી લહેર માટે શું તૈયારી છે

admin
2 Min Read

કોરોનાની સ્થિતિને લઈને થયેલી સુઓમોટો અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ.જેમાં રાજ્ય સરકારે કોરોનાને લઈને ગામડામાં સ્થિતિ ખરાબ હોવાનુ સ્વીકાર્યુ છે. કોર્ટે ગામડાની સ્થિતિને લઈને સાચી માહિતી આપો.અને ગામડામાં થતી સારવારમાં સુવિધાઓનો અભાવ છે. તેવી ટકોર પણ કરી રહી છે.હજી પણ ગામડાના લોકો કોરોના ટેસ્ટ માટે ડરી રહ્યા છે.ત્યારે સરકારે કોરોના ટેસ્ટિંગમાં જાગૃતિ અભિયાન માટે શું કર્યુ તેવો સવાલ કોર્ટે પૂછ્યો છે. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, રેમડેસિવિર માટે શું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. બેડની સાચી માહિતી નથી મળી રહી. માહિતી આપતા બોર્ડ અપડેટ કરવામાં નથી આવતા. ત્યારે કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકારની શું તૈયારી છે. જો હમણાં ઓક્સિજન અને દવાઓની અછત થયા છે તો આગામી ત્રીજી વેવ માટે શું કરશો.

ત્યારે સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે, ગુજરાતને સૌથી વધુ રેમડેસિવિરનો જથ્થો મળી રહ્યો છે. વેક્સીનેશન પર ભાર મુકવામાં આવ્યો છે. 18 અને 45 થી વધુ વયના લોકોનું વેક્સીનેશન શરૂ કર્યું છે. સૌને ઝડપી વેક્સીન મળે તે માટે પ્રયત્ન કરી રહ્યાં છીએ. મ્યુકોરમાઈક્રોસિસ અંગે તમામ દવાઓનો જથ્થો મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો દર્દીઓ સુધી પહોંચાડી રહ્યા છીએ. તો બીજી બાજુ કોર્ટે કહ્યું, માત્ર કાગળ પર કામ ન થવું જોઈએ. જમીની હકીકતમાં પણ ટેસ્ટિંગ થવા જોઈએ. પૂરતી વિગતો સોગંદનામું કરીને રજૂ કરો. જસ્ટિસ ભાર્ગવ કારીયા એ કહ્યું, અમારી માહિતી પ્રમાણે, ગ્રામીણ વિસ્તારોમાં એક એક ગામમાં રોજના 4 થી 5 લોકો મરે છે. એમના ટેસ્ટ થયા

Share This Article