જામનગર : દરિયા કાંઠા વિસ્તારના ૨,૨૪૩ લોકોને સ્થળાંતરીત કરાયા

admin
1 Min Read

જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સાવચેતીના પગલાના ભાગરૂપે લોકોને અપીલ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગ બોર્ડ બેનર દૂર કરવાની કામગીરી પૂર્ણતાંના આરે છે. તો બીજી બાજુ તાઉ’તે વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયા કાંઠા નજીકના ૩૬ ગામોના લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સલામત સ્થળોએ ઊભા કરવામાં આવેલા આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં બેડ વિસ્તારના રસુલ નગર, કાલાવડ, સિક્કા વિસ્તાર, ખીજડીયા તથા નીચાણ વાળા વિસ્તારોના કુલ ૩૬ ગામોના ૨,૨૪૩ લોકોને સલામતીના પગલાં રૂપે જુદી જુદી જગ્યાઓએ ઊભા કરવામાં આવેલ આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

Share This Article