પ્રદુષણનાં નિયમો ભંગ કરવામાં ગુજરાત મોખરે, 41 ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ

admin
1 Min Read

પ્રદૂષણ એ હવામાં ફેલાતું એવું રજકણ છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા છે જે ઇકોસિસ્ટમમાં ફેલાય છે. દેશભરમાં પ્રદૂષણ નિયમનને લગતા કાયદાઓની જોગવાઈઓનો ભંગ કરવામાં દેશભરમાં ગુજરાતના ઉદ્યોગો સૌથી વધારે છે.

હાલમાં જ કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ઇન્સપેક્શનમાં કુલ 700માંથી 342 ઉદ્યોગો દ્વારા પર્યાવરણની જાળવણીના નિયમોનો ભંગ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ગુજરાતની સૌથી વધુ 41 ઇન્ડસ્ટ્રીઝ સામેલ છે.

 

ગુજરાત પછીના ક્રમે મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. પર્યાવરણની જોગવાઈઓનો ભંગ કરતા સૌથી વધારે ઉદ્યોગોમાં સ્ટીલ, સિમેન્ટ, પાવર અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રના છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે લોકસભામાં આ માહિતી આપી હતી.

આપને જણાવી દઈએ કે, પ્રદુષણ માટેના તત્વો સબસસ્ટેન્સ અથવા ઉર્જાના રૂપમાં હોઈ શકે. અથવા કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ આ તત્વો ઉત્પન થાય છે. પરંતુ જ્યારે તેઓ નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે.

Share This Article