ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે ડુપ્લીકેટ સેનેટાઈઝર, રહો સાવધાન!

admin
2 Min Read

કોરોના વાયરસની દહેશત આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. ડોક્ટર્સે સાબુ કે સેનેટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવાની સલાહ આપી છે. તેથી સેનેટાઈઝર્સની માંગ અનેકગણી વધી ગઈ છે. તો કેટલાક નફાખોરો તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. નકલી સેનેટાઈઝરથી બચવાનો ખેલ ખુલ્લામાં ખેલાઈ રહ્યો છે.

 

મહત્વનું છે કે, પ્લાસ્ટિકની બોટલોમાં બ્રાન્ડેડ સેનેટાઈઝરની જેમ પેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવા સેનેટાઈઝર્સ તમને મેડિકલ સ્ટોરમાં જોવા મળશે. પરંતુ તમે તેને અસલી સમજવાની ભૂલ ન કરો. ડુપ્લીકેટ સેનેટાઈઝર્સનું વેચાણ થઈ રહ્યું છે.

મુંબઈના વાકોલ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટીએ ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાની ફેક્ટરી પર છાપો મારીને તેને જપ્ત કર્યાં છે. નકલી સેનેટાઈઝરને બોટલોમાં ભરવામાં આવી રહ્યું છે. સાબુના પાણી અને કેટલાક કેમિકલ મિક્સ કરીને સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યાં છે. જેને સુંદર પેકિંગમાં રિટેલ માર્કેટમાં વેચવામાં આવી રહ્યાં છે. 

Female hands using wash hand sanitizer gel pump dispenser.

આપને જણાવી દઈએ કે, હવે નિષ્ણાતોએ કોરાનાએ અંગે એવું તારણ કાઢયું છે કે કપડા પર કોરોના વાયરસ ૯ કલાક સુધી જીવતો રહી શકે છે જયારે મોબાઇલમાં ૯ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. વુહાનથી ફેલાયેલો વાયરસ કેવી રીતે ફેલાય છે અને કેટલા કલાક સુધી જીવતો રહી શકે છે એ જાણવાની ઉત્સુકતા વધતી જાય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ કોરોના વાયરસ શરીર બહાર ૯ દિવસ સુધી જીવતો રહી શકે છે.

 

Share This Article