ઝોમેટો-સ્વિગીએ પણ કોરોનાનો તોડ શોધ્યો, ‘કોન્ટેક્ટલેસ ડિલિવરી’ શરૂ કરી

admin
2 Min Read

કોરોના વાયરસ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ વાયરસના ચેપને કારણે હમણાં સુધી હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને સમગ્ર વિશ્વના દેશો તેનાથી બચવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે પોતાનો ધંધો પાટા પર લાવવા માટે ફાસ્ટ ફૂડ ચેન કંપની ડોમિનોઝ પિત્ઝા અને મેક ડોનલ્ડ્સની જેમ હવે ઝોમેટો અને સ્વિગીએ પણ જીરો કોન્ટેક્ટ ફૂડ ડિલીવરીની સેવા શરુ કરી છે.ડોમિનોઝે દેશભરના પોતાના 1325 રેસ્ટોરન્ટોમાં જીરો કોન્ટેક્ટ ડિલીવરીની શરુઆત કરી છે. આ સેવાનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોની પાસે ડોમિનોઝ એપનું લેટેસ્ટ વર્જન હોવુ જોઈએ અને ઓર્ડર પ્લેસ કરતા સમયે જીરો કોન્ટેક્ટ ડિલીવરીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહે છે. 

આ રીતે પહોંચશે ઓર્ડર

ઓર્ડર લઈને સેફ ડિલીવરી એક્સપર્ટ જ્યારે ગ્રાહકના ઘરે પહોંચશે તો તે એક કૈરી બેગમાં ઓર્ડરને ગ્રાહકના દરવાજા સામે મુકશે અને થોડે દૂર ચાલ્યો જશે. તે ત્યાં સુધી ત્યાં ઉભો રહેશે, જ્યાં સુધી ગ્રાહક ઓર્ડર ગ્રાહક દ્વારા રીસીવ નહીં કરી લેવામાં આવે.

સેવા તમામ ઓર્ડર પર ઉપલબ્ધ

નવી સેવા તમામ પ્રીપેડ ઓર્ડર્સ પર ઉપલબ્ધ છે, જેને મોબાઈલ દ્વારા મંગાવી શકાય છે. આ માટે ડોમિનોઝ એ પણ સુનિશ્ચિત કરે છે કે તમામ રેસ્ટોરન્ટમાં તેના કર્મચારી સ્વચ્છતા અને સુરક્ષાના નિયમોનું પાલન કરે.મેક ડોનલ્ડ્સે પણ શરુ કરી આ સુવિધા

મેક ડોનલ્ડ્સે પણ આ પ્રકારની સેવા લોન્ચ કરી છે, જેનું નામ કોન્ટેક્ટલેસ ડિલીવરી રાખવામાં આવ્યું છે. આ સુવિધા અંતર્ગત ગ્રાહક પોતાનો ઓર્ડર ડિલીવરી સ્ટાફના સંપર્કમાં આવ્યા વિના લઈ શકશે.

સ્વચ્છતા પર અપાશે ધ્યાન

ઓર્ડરને કોઈપણ કર્મચારી સીધી રીતે હાથથી અડી નહીં શકે અને સ્વચ્છતા જાળવવા માટે તમામ ઉપાયનું ધ્યાન રાખશે. એમાં પણ ઓર્ડરની ડિલીવરી કરનાર વ્યક્તિ ગ્રાહકના દરવાજાની બહાર નક્કી કરેલી જગ્યા પર પેકેટ મુકશે અને ત્યાં સુધી ઉભો રહેશે જ્યાં સુધી ગ્રાહક ઓર્ડર રિસીવ ન કરી લે.

Share This Article