ગુજરાત : હવામાન વિભાગની આગાહી: આ જિલ્લાઓમાં રવિવારે રેડ એલર્ટ જાહેર કરાયું

admin
2 Min Read

રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે. આજથી ૪ દિવસ સુધી રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેના કારણે હાલ જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હવામાન વિભાગની મુજબ નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રવિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે આ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે. જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.

અમદાવાદમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. 24 જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા ને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર- હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી છે.

Share This Article